કોઈ પાસે નથી, કોઈ દૂર નથી, છે સહુ તો, ત્યાં ને ત્યાં જ છે
કોઈ લાગ્યા પાસે તો કોઈ દૂર, ભલે શરીર એનું બીજે ક્યાંય નથી
શરીરથી અંતર મપાતું નથી, અંતરથી અંતર મપાય છે
સર્વવ્યાપક તો છે સાથે ને સાથે, અંતર એનું કપાતું નથી
મન લાવે કોને પાસે, દૂર હટાવે ક્યારે, એ તો સમજાતું નથી
છે સ્વભાવના ખેલ સહુમાં સરખા, સ્વભાવના મનમેળ નથી
જાગે દયા, દયાવાન લાગે, બનતાં ક્રોધી તો કાંઈ વાર નથી
ના સ્વભાવ, વૃત્તિ જેના કાબૂમાં, કાયમ એની સાથે કોઈ રહી શકતું નથી
મોટા ભી લાગે વામણા, વૃત્તિનું જોર જો એનું તૂટ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)