આવ તું આવ ‘મા’, આવ તું આવ (2)
બેઠો છું નાખીને ધામા તારી રે સામે, રે આવ તું આવ, આવ તું આવ
હલ્યું નથી હૈયું તારું, આવી નથી તું તો પાસ, રે આવ તું આવ, આવ તું આવ
લગાડી છે વાર તેં પહેલાં, લગાડજે ના તું આજ, રે આવ તું આવ, આવ તું આવ
રાખીશ નજર તો તારી રે સામે, જાશે રે તું ક્યાં, રે આવ તું આવ, આવ તું આવ
મળશે મારા જેવાં બાળ તને બીજો રે ક્યાં, રે આવ તું આવ, આવ તું આવ
શું રીત છે આ તારી સારી, શું જોઈ મુજમાં ખામી, રે આવ તું આવ, આવ તું આવ
દયા નથી તને શું મારી, જો જરા આ તું વિચારી, રે આવ તું આવ, આવ તું આવ
આવજે હવે માડી, દેજે તારી પાસે મને બેસાડી, રે આવ તું આવ, આવ તું આવ
હૈયું છે મારું ખાલી, ભરી દે આવીને તું માડી, રે આવ તું આવ, આવ તું આવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)