Hymn No. 2465 | Date: 26-Apr-1990
|
|
Text Size |
 |
 |
ધીરે ધીરે, હો ધીરે ધીરે, ઝેર માયાનું તો ચડતું ગયું - હો ઘેરાઈ આંખડી એના રે ઘેનમાં, બીજું બધું ભુલાઈ ગયું - હો દેખાયાં રૂપ તો અનોખાં, મન રૂપમાં એના રે ડૂબી ગયું - હો જાવું હતું રે ક્યાં, પહોંચી રે ગયો રે ક્યાં, ના એ તો સમજાયું - હો ખેંચાયો એમાં, તણાયો એમાં, કેમ ને ક્યાં, ના એ સમજાયું - હો સૂઝે રે રસ્તા, પગ ના મંડાતા, મનના કાબૂ રહ્યા ના હાથમાં - હો કોણ સાચા ને કોણ ખોટા, ભેદ એના રે ના પરખાયા - હો રાતદિન સપનાં અનોખાં રચાતાં, તૂટતાં ને નવાં બંધાતાં - હો બંધન એનાં એવાં રે બંધાયાં, બંધન ભી લાગ્યાં રે પ્યારાં - હો લીધી રે વાટ મુક્તિની, સપનાં મુક્તિનાં રે વીસરાયાં - હો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|