ઢળતો સૂરજ તો ઢળી જવાનો, નથી કાંઈ એવું, એ નથી ઊગવાનો
સુખનો સૂરજ ભી ડૂબવાનો, ફરી પાછો એ તો ઊગવાનો
જીવન વન તો છે અટપટું, પડશે સમજીને મારગ કાઢવાનો
કારણનાં રણ તો પડશે વટાવવાં, મારગ ત્યાં મળી જવાનો
ધીરજની રજ રડાવશે હૈયે, સુખનો સૂરજ તો ઊગી જવાનો
છે સુખદુઃખ ઘંટીનાં પડ એવાં, એમાં તો દળાતો રહેવાનો
સત્ત્વ તારું જાશે એ તો બાળી, પાછો જલદી નથી તું જગવાનો
છે આ બે ચક્રની ગતિ એવી, એમાં પિસાતો ને પિસાતો રહેવાનો
હૈયેથી દે આ બે પડને હટાવી, ભાર એનો નથી સહી શકવાનો
હટાવીશ જ્યાં અંધકાર હૈયેથી, સુખનો સૂરજ ત્યાં ઊગી જવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)