છે દોડ તો સહુની માડી તારી પાસે રે (2)
કોઈ દોડતું સીધેસીધું, કોઈ દોડતું આડુંઅવળું
પહોંચવું છે રે માડી, સહુએ તો તારી પાસે રે
કોઈ અટકતું-અટકતું દોડ્યું, કોઈ પૂરઝડપે દોડ્યું
છે ઉતાવળ તો સહુને, પહોંચવા તારી પાસે રે
કોઈ આડુંઅવળું જોતું રહ્યું, મારગ ભી એમાં તો ભૂલ્યું
કોઈ પહોંચ્યું વહેલું, કોઈ મોડું, યત્નોમાં જેવી જેની ઢીલ રે
રાખી નજર તારી સામે, પહોંચ્યું એ જલદી તારી પાસે
અટવાયું જે આડુંઅવળું, રહ્યું તારાથી એ દૂર રે
ચાહે છે તને, તું ચાહે છે એને, માડી તારા અનોખા ખેલ છે
કૃપા ઉતારે તું તો જ્યારે, એને તો લીલાલહેર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)