કામ થાયે પૂરું ન પૂરું, કોશિશ કરતો રહે, છે એ હાથ તો તારે
અડચણ આવે ન આવે, પાછો ના હટજે, રાખજે હિંમત તું હૈયે
નોંધાઈ જાશે વાતે તારી, છૂપી ભલે તું રાખે, વાત હૈયે આ ધરજે
કામ નથી જે તારું, વગર કારણે દખલગીરી ના કરજે
સોંપાયેલું કામ પૂરું કર્યું નથી, કામ લઈ બીજું હાથમાં શું વળશે
કામ છોડશે બધાં જો અધૂરાં, પૂરું એક ભી તો ના થાશે
ધગશ ભરી લક્ષ્ય સદા તારું રાખી સામે, પાસે તો તું પહોંચશે
એક-એક કામ કરશે જો પૂરું, ઉમંગ તારો તો વધતો જાશે
કામ તો કરજે જગમાં, એક કામ કદી તું ના ભૂલતો
પામવા આવ્યો છે જગમાં પ્રભુને, પ્રભુને પામી તો લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)