Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8 | Date: 11-Jul-1984
કોઈ બતાવો મુજને, `મા' ક્યાં મળશે
Kōī batāvō mujanē, `mā' kyāṁ malaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8 | Date: 11-Jul-1984

કોઈ બતાવો મુજને, `મા' ક્યાં મળશે

  Audio

kōī batāvō mujanē, `mā' kyāṁ malaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1984-07-11 1984-07-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1497 કોઈ બતાવો મુજને, `મા' ક્યાં મળશે કોઈ બતાવો મુજને, `મા' ક્યાં મળશે

કોઈ કહે એ તો મંદિરમાં વસતી

કોઈ કહે એ મસ્જિદમાં પોકારતાં દોડતી

કોઈ કહે ગંગામાં સ્નાન કરતાં એ મળશે

કોઈ કહે હિમાલયે એકાંતે એ જડશે

કોઈ કહે શાસ્ત્રોમાં શોધતાં એ મળશે

સંતોને પૂછતાં કહે, તારામાં એ તને મળશે

ભક્તોને પૂછતાં કહે, એ જ તને શોધશે

પૂછતાં ને શોધતાં મન તન્મય થાશે

ષડવિકારોમાંથી ખસી એનામાં પરોવાશે

મન શાંત થાતાં, અનોખું તેજ પથરાશે

તેજમાં તેજ ભળતાં, શોધવાનું પણ વિસરાશે
https://www.youtube.com/watch?v=7AZ4hC14pX0
View Original Increase Font Decrease Font


કોઈ બતાવો મુજને, `મા' ક્યાં મળશે

કોઈ કહે એ તો મંદિરમાં વસતી

કોઈ કહે એ મસ્જિદમાં પોકારતાં દોડતી

કોઈ કહે ગંગામાં સ્નાન કરતાં એ મળશે

કોઈ કહે હિમાલયે એકાંતે એ જડશે

કોઈ કહે શાસ્ત્રોમાં શોધતાં એ મળશે

સંતોને પૂછતાં કહે, તારામાં એ તને મળશે

ભક્તોને પૂછતાં કહે, એ જ તને શોધશે

પૂછતાં ને શોધતાં મન તન્મય થાશે

ષડવિકારોમાંથી ખસી એનામાં પરોવાશે

મન શાંત થાતાં, અનોખું તેજ પથરાશે

તેજમાં તેજ ભળતાં, શોધવાનું પણ વિસરાશે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī batāvō mujanē, `mā' kyāṁ malaśē

kōī kahē ē tō maṁdiramāṁ vasatī

kōī kahē ē masjidamāṁ pōkāratāṁ dōḍatī

kōī kahē gaṁgāmāṁ snāna karatāṁ ē malaśē

kōī kahē himālayē ēkāṁtē ē jaḍaśē

kōī kahē śāstrōmāṁ śōdhatāṁ ē malaśē

saṁtōnē pūchatāṁ kahē, tārāmāṁ ē tanē malaśē

bhaktōnē pūchatāṁ kahē, ē ja tanē śōdhaśē

pūchatāṁ nē śōdhatāṁ mana tanmaya thāśē

ṣaḍavikārōmāṁthī khasī ēnāmāṁ parōvāśē

mana śāṁta thātāṁ, anōkhuṁ tēja patharāśē

tējamāṁ tēja bhalatāṁ, śōdhavānuṁ paṇa visarāśē
English Explanation: Increase Font Decrease Font


Someone please tell me where I will find my divine Mother.

Some says she resides in the temple.

Some say she will come running if you call her in a Mosque.

Some say that you will find her by taking a dip in the holy Ganga river.

Some say that she will be found in the solitude of the Himalayas.

Some say to look into the scriptures and you will find Her.

If you ask the Saints, they say that you will find the divine mother within you.

If you ask the devotees, they say that she will herself come looking for you.

By constantly asking and seeking, the mind will be fully absorbed in the divine.

The mind will move away from the six vices lust (kāma), anger (krodha), greed (lobha), pride (mada), delusion (moha), envy (matsara) and will become engrossed in the divine.

Once your mind will become still, a unique light will shine.

In that light when the knowledge will merge, you will forget even your search. There will be oneness.
Scan Image

Gujarati Bhajan no. 8 by Satguru Devendra Ghia - Kaka
First...789...Last