Hymn No. 2490 | Date: 06-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-06
1990-05-06
1990-05-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14979
છે જીવનની રે, જુઓ આ તો, કેવી રે કરુણતા (2)
છે જીવનની રે, જુઓ આ તો, કેવી રે કરુણતા (2) વાણી ને હૈયાને, ગણ્યાં મેં મારાં, ના એક તો એ રહી શક્યાં - છે... બુદ્ધિને ને ભાવને સમજ્યાં મેં મારાં, ના એક એ તો બની શક્યાં - છે... આશા ને ઇચ્છાના રચ્યા મિનારા, ના કાબૂમાં એ તો રહી શક્યા - છે... માન્યા જેને જેને મેં તો મારા, દૂર ના દૂર એ તો રહી ગયા - છે... ચાલ્યો ફૂલની પાંખડી જોઈને, કાંટા એમાં ભી ભોંકાતા રહ્યા - છે... પ્રેમની ઝંખના ખીલી ને જાગી, વાસનાનાં ફૂલ એમાં ખીલી ગયાં - છે... જીવનનાં અમૃત તો પીવા રે ગયો, ઝેરના કટોરા મળતા રહ્યા - છે... આંસુઓ વ્હેતાં તો ના દેખાયાં, હૈયામાં આંસુઓ પીવાતાં ગયાં - છે... ક્ષિતિજે સીમાડા એક દેખાયા, ક્ષિતિજના સીમાડા ના હાથમાં આવ્યા - છે... ક્ષિતિજના સીમાડા પ્રભુમાં સમાયા, પ્રભુચરણમાં એ મળી ગયા - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jivanani re, juo a to, kevi re karunata (2)
vani ne haiyane, ganyam me maram, na ek to e rahi shakyam - che ...
buddhine ne bhavane samajyam me maram, na ek e to bani shakyam - che .. .
aash ne ichchhana rachya Minara, well kabu maa e to rahi Shakya - Chhe ...
manya that those me to mara, dur dura na e to rahi gaya - Chhe ...
chalyo phool ni pankhadi joine, kanta ema bhi bhonkata rahya - Chhe. ..
premani jankhana khili ne jagi, vasananam phool ema khili gayam - che ...
jivananam anrita to piva re gayo, jerana katora malata rahya - che ...
ansuo vhetam to na dekhayam, haiya maa ansuo pivatam gayam - che ...
kshitije simada ek dekhaya, kshitijana simada na haath maa aavya - che ...
kshitijana simada prabhu maa samaya, prabhucharanamam e mali gaya - che ...
|