નાનું કે મોટું, મીંડું એ તો મીંડું છે (2)
હોય ભલે નાનું બચ્ચું રે સિંહનું, સિંહનું એ તો બચ્ચું છે
નાનું કે મોટું, પાપ એ તો પાપ જ છે
હોય બુંદ નાનું ભલે સાગરનું, ખારું એ તો ખારું છે
કણ હોય ભલે નાનો સાકરનો, એ તો મીઠો ને મીઠો છે
નાના કે મોટા પ્રાણીમાં, જીવ એ તો સરખો છે
નાનું કે મોટું બિંદુ અમૃતનું, એ તો અમૃત છે
કણ નાનો કે મોટો સોનાનો, એ તો સોનું જ છે
ડાઘ હોય નાનો કે મોટો, એ તો ડાઘ જ છે
દે દર્શન પ્રભુ નિરાકારે કે સાકારે, પ્રભુ એ તો પ્રભુ જ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)