રાખવી છે રે, રાખવી છે, મારે હૈયાની સરળતા રાખવી છે (2)
પાપમાં તો કૃપળતા મારે કેળવવી છે, હૈયાની સરળતા મારે રાખવી છે
મુક્ત મને આશિષ મારે દેવી છે, હૈયાની સરળતા મારે રાખવી છે
સરળતા વાણીની સ્વીકારી, આડંબર વાણીનો ભૂલવો છે - મારે હૈયાની...
મારા-તારાના ભેદ ભૂલીને, સહુને મારા તો કરવા છે - મારે...
દુઃખ અન્યનું હૈયે ધરીને, દુઃખિયાનાં દુઃખ દૂર કરવાં છે - મારે...
સમાયું છે હૈયામાં ઘણું-ઘણું, સમાવવા પ્રભુને, મોકળાશ હૈયામાં કરવી છે - મારે...
કરી છે હૈયામાં વાતો ખૂબ ભેગી, પ્રભુને વાતો બધી કરવી છે - મારે...
કર્યા છે અપરાધો ખૂબ જીવનમાં, માફી એની તો યાચવી છે - મારે...
સુખદુઃખ તો આવે રે જીવનમાં, સ્થિરતા એમાં તો કેળવવી છે - મારે...
ભૂલી બીજું બધું પ્રભુમાં, લીનતા તો મેળવવી છે - મારે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)