સાચું ખોટું જે સમજી શકતા નથી, સમયની કિંમત એ કરી શકતા નથી
સમય વેચાતો મળતો નથી, વેડફ્યો સમય તો જગમાં કાંઈ પોષાતો નથી
લઈ આવ્યો સમય તો કેટલો, વેડફ્યો કેટલો, એની તો ખબર નથી
અણીનો ચૂક્યો સો વર્ષ જીવે, સમય કાંઈ એ નિયમ તો પાળતો નથી
સમય વર્તે જે સાવધાન રહે, જગમાં એ તો કાંઈ દુઃખી થાતો નથી
ધનદોલતની લહાણી કંઈકે કરી, પ્રભુ વિના સમયની લહાણી કોઈ કરતો નથી
સમય સમય પર બધું થાતું રહે, સમય તો કોઈના હાથમાં રહેતો નથી
સમયની સાથે કદમ મેળવી શકતો નથી, સમયની કિંમત તો એ કરી શકતો નથી
રહી ગયા જે સમયની પાછળ ને પાછળ, જીવન એનું વ્યવસ્થિત રહેતું નથી
સાચું ખોટું જીવનમાં જે સમજી શકતા નથી, સમયની પાર એ પહોંચી શકતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)