છે માનવ તો, વિરોધોના આંગણમાં જગનું તો એક ઝાડવું
ચારે દિશામાં વાય છે વિરોધી વાયરા વચ્ચે ખીલી રહ્યું છે એ ઝાડવું
વિરોધો ને વિરોધોમાં, ધ્રૂજી ઊઠયું છે, એમાં માનવના અંતરનું આંગણું
કઈ દિશામાંથી ઊઠશે વિરોધ, નથી કાંઈ આ એ તો જાણતું
ટકી ના શક્યું જે વિરોધના વંટોળમાં, અસ્તિત્ત્વ એનું ભૂંસાઈ ગયું
ટકવા ને જગમાં તો જગમાં, ખૂબ મથી રહ્યું એ તો એ ઝાડવું
પોતાની ડાળીઓ ને પાંદડાંઓમાં રહી મસ્ત, ઝૂમી રહ્યું છે એ ઝાડવું
તોફાનો ને વંટોળીથી અનજાન એ, ઝૂમી રહ્યું છે એ તો એ ઝાડવું
ક્યારેક નમી જાતું, ક્યારેક ટટ્ટાર ઊભા રહેવા, મથી રહ્યું એ તો ઝાડવું
જગમાં અનેક ઝાડવાંથી શોભે છે, પ્રભુનું જગતનું આંગણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)