મહાણી લેજો એ પળ જીવનની, યાદ તો જ્યારે, હાજરીને ભુલાવી જાય છે
ક્યારેક યાદ તો જીવનમાં, હાજરીથી પણ વધુ, મીઠી બની જાય છે
યાદ અપાવે તો કડવી મીઠી યાદની, યાદની યાદ પણ રહી જાય છે
યાદે યાદ જગાવે તો દૃશ્યો એનાં, જીવનમાં તો જે યાદગાર બની જાય છે
અણગમતા સંજોગોમાં, યાદનું ઝરણું તો તાજગી જીવનને આપી જાય છે
હૈયું નિચોવી નાખતી યાદો, જીવનમાં તો આંખો ભીંજવી જાય છે
કંઈક યાદે તો બનાવે દીવાના, જગની હાજરી એ તો વીસરાવી જાય છે
કઈ યાદો આવશે પહેલી, કઈ પછી ના ક્રમ એનો તો કહી શકાય છે
કંઈક યાદો જાશે હચમચાવી દિલના તંતુ, યાદો એવી ના વીસરાય છે
કંઈક યાદો જાશે તને હસાવી, ચાહે દિલ તો વારેઘડીએ આવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)