વાટ ઘણી લાંબી અને મંઝિલ છે દૂર
સામાન ઓછો લેજો, નહીં તો થાકશો જરૂર
`મા' ને મળવાને હવે મનડું બન્યું અધીર
પગલાં પડતાં જલદી ને હવે રહે ન ધીર
હૈયે છે વ્યાકુળતા ને આંખોમાં છે નીર
ગતિ કરવી મારે જેમ છૂટેલું તીર
`મા' ની ભક્તિમાં કરવું મનડાને સ્થિર
મંઝિલ ન મળે ત્યાં લગી છોડવી ન ધીર
બીજા વિચારો છોડી, તન્મય થાજો લગીર
`મા' સામે દોડી આવશે, બનીને અધીર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)