મળ્યા ના કોઈ જવાબો તો સવાલોના, સરવાળો રહ્યો છે એનો વધતો
ઊતરવું હતું તો હૈયાના ઊંડાણમાં, ઊંડાણમાં તો, ના ઊતરી તો શક્યો
નીકળ્યો હતો તો દુઃખદર્દની, દવા તો ગોતવા, દુઃખમાં તો રહ્યો વધારો કરતો
પ્રેમનાં બિંદુ તો, મળ્યાં તો પીવા, પ્રેમના ઝરણા સુધી ના પહોંચી શક્યો
અમરતાની તો કુંજગલીઓમાં, હતું તો ફરવું, મરણના દ્વાર સુધી પહોંચી ગયો
શોધવી હતી, કંઈક રહસ્યોની તો ચાવી, ચાવી તો એક કોયડો બની ગયો
મૂંઝવણોની તો ગૂંચો હતી ઉકેલવી, ઉકેલવામાં તો, હું તો ગૂંચવાઈ ગયો
કંઈક વાતોની તો શરૂઆત ના સમજાણી, નજર સામે અંત એનો દેખાયો
જીવનમાં તો, અટક્યો ના હૈયામાં, સવાલો ને સવાલોનો તો મારો
મથતો ને મથતો રહ્યો, હૈયામાં તો, જવાબો મેળવવાનો તો ઉપાડો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)