ફરે છે દુનિયા તારી, તારી ને તારી, આસપાસ ને આસપાસ
જો આગ એને તો તું લગાડીશ, દાઝીશ એમાં તું તારે ને તારે હાથે
જાગે સંજોગો વિપરીત, થાજે ના નિરાશ, થાજે ના તું નાસીપાસ
લગાડી છે આગ તો તેં તારા હાથે, પડશે બુઝાવવી તારે ને તારે હાથે
મળશે કારણ આગનું તારામાં, કરીશ ઝીણવટથી જો એની તપાસ
કામ લાગશે ના કોઈ તો એમાં, પડશે બુઝાવવી તારે ને તારે હાથે
અટકશે ના વિચારો, અટકશે ના દુનિયા, ફરતી ને ફરતી એ રહેશે
સમાશે વિચારોમાં પ્રભુ તારા, તારી દુનિયામાં આવી એ ફરશે
સુખદુઃખનાં કરી વર્તુળો ઊભાં, ફરી રહ્યો છે તું એની સાથેને સાથે
ફરશે જો એ તેજ ગતિમાં, જીવનમાં ના તો તું સ્થિર રહી શકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)