છે જીવનની કહાની તો સહુની સરતી, છે સહુ તો સપનાં સેવી
સેવે કોઈ સપનાં તો રંગીન, સપનાં વિનાનું જીવન નથી કોઈ ખાલી
ભરદુઃખમાં પણ પડેલો માનવી પણ રહે છે સુખનાં સપનાં સેવી
ચાહે કોઈ લગ્નનાં સપનાં, કોઈ પૈસાનાં, કોઈ જમીનનાં રહે સપનાં સેવી
ચાહે છે સહુ કોઈ, કોઈ ને કોઈ સત્તાનાં સપનાં છે સહુ સત્તાનાં સપનાં સેવી
નથી કોઈ સપનાં વિનાં ખાલી, સપનાં વિનાંની નથી કોઈ જિંદગાની
દે છે જીવનમાં સહુને સપનાં થકવી, દે નાં તોય એ સપનાં છોડી
જાય છે જે સપનાંમાં ડૂબી જાશે વાસ્તવિકતા જીવનમાં એ ભૂલી
સપનાં ને વાસ્તવિકતાને છે અંતર ઝાઝું, છે એ એક હાજર, બીજી છે છાયા એની
સંકલ્પ વિનાંનાં સપનાં, તો છે જાણે કાયા તો હાડપિંજર વિનાંની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)