જીવન તો એક જોખમ છે, અનેક જોખમોથી તો એ ભરેલું છે
ડગલે ને પગલે ઊભા છે સામના, અનેક સામનાઓથી એ ભરેલું છે
ચિંતાનાં દર્શન થાતાં રહે જીવનમાં, જીવન ચિંતાઓથી તો ભરેલું છે
વિચારોનું મહત્ત્વ છે જીવનમાં, જીવન તો વિચારોથી તો ભરેલું છે
જીવન સંબંધોથી તો ગૂંથાયેલું છે, જીવન તો સંબંધોથી તો ભરેલું છે
અનેક આશાઓમાં જીવન વહેંચાયેલું છે, જીવન આશાઓથી તો ભરેલું છે
જીવન સંબંધોથી તો ગૂંથાયેલું છે, જીવન તો સંબંધોથી તો ભરેલું છે
અનેક આશાઓમાં જીવન વ્હેંચાયેલું છે, જીવન આશાઓથી તો ભરેલું છે
જીવન તો ઇચ્છાઓમાં તો ગૂંથાયેલું છે, જીવન ઇચ્છાઓથી તો ભરેલું છે
જીવન અનેક પ્રસંગોનું તો બનેલું છે, જીવન પ્રસંગોથી તો ભરેલું છે
અનેક શ્વાસોમાં જીવન ગૂંથાયેલું છે, અનેક શ્વાસોથી એ ભરેલું છે
જીવનમાં અનેક તો રસ્તા છે, અનેક રસ્તાઓથી એ ભરેલું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)