અવધૂતી તું નારાયણી, હે મા સિધ્ધાંબિકે, હે મા સિધ્ધાંબિકે
પળ પળની ને ક્ષણ ક્ષણની યાદ અપાવે તું, હે મા સિધ્ધાંબિકે
અનેક યુગો ને અવતારો સમાયા તો તુજમાં, હે મા સિધ્ધાંબિકે
કોમળ હૈયું ને કોમળ ચરણોથી, રહી છે ઊઠાવી ભાર જગનો, હે મા સિધ્ધાંબિકે
દુઃખદર્દમાં ડૂબેલા ને કર્મોથી પીડાતાની છે સહાયદાતા, હે મા સિધ્ધાંબિકે
યુગો યુગોને સમાવ્યા, નવ યુગોનું કરે નિર્માણ તું, હે મા સિધ્ધાંબિકે
કર્મોથી અલિપ્ત કર્મોની કરતી રખવાળી, કર્મોમાં રમાડનારી હે મા સિધ્ધાંબિકે
અનંત કોટિ, સૂર્યના તેજને ધારણ કરનાર, તેજસ્વિની, હે મા સિધ્ધાંબિકે
અનંત સ્થાનોમાં રહેનારી, નજરમાં તોય ના આવનારી, હે મા સિધ્ધાંબિકે
પાપીની તું પુણ્ય સલિલા, પુણ્યશાળીની આરાધ્યા, હે મા સિધ્ધાંબિકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)