વીતી જે પળ જે યાદોમાં, ના પાછી એ ફરી, એ પળ તો મોંઘી બની ગઈ
જે પળ ધ્રુજારી વિના બીજું ના કાંઈ દઈ ગઈ, એ પળ ભલે વિસ્મૃતિમાં તો ગઈ
પળ જે સુખશાંતિ દઈ લુપ્ત થઈ ગઈ, એ પળ તો મોંઘી બની ગઈ
જે પળો તો આશ્વાસનો તો માંગતી થઈ ગઈ, એ પળ ભલે મોંઘી બની ગઈ
જે પળો તો જીવનમાં રાહત તો દઈ ગઈ, એ પળો તો યાદગાર બની ગઈ
જે પળો જીવનમાં તો ઇતિહાસ રચી ગઈ, એ પળો સોનેરી અક્ષરોએ લખાઈ ગઈ
પળેપળ તો જીવનમાં તો જીવંત બની ગઈ, એ પળો જીવનજરૂરિયાત ઊભી કરી ગઈ
વિસ્મૃતિ ને સ્મૃતિની વચ્ચે જે પળ લટકી રહી છે, એ પળ જીવનને ત્રાસ આપી ગઈ
પળની વાતો તો પળમાં તો થઈ ગઈ, એ પળો જીવનને ઉમંગો દઈ ગઈ
પળ જે ખોળવી પડે તો જીવનમાં, એ પળો વિસ્મૃતિમાં ભલે રહી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)