બહાદુરી ટાણે તો મ્હોં છુપાવ્યું, ખોટી બડાશ હવે તો ના મારો
સંકટ સમયે તો બુદ્ધિ તો ના ચાલી, સંકટની સાંકળ હવે તો ના ખેંચો
કર્યો ના સામનો ઉપાધિઓનો તો હિંમત થી, બડાશ ખોટી હવે ના હાંકો
પ્રેમટાણે તો પ્રેમભીરુ રહ્યા, હવે જીવનમાં પ્રેમની ગલીઓમાં ના ફરો
સુખદુઃખને વળગાડયાં જીવનમાં, ગળે સુખદુઃખથી તો હવે શાને ડરો
ક્ષણેક્ષણના રાજીપામાં જીવનમાં, જીવનમાં ક્ષણની મીઠાશ ના ભૂલશો
અંજાઈ ખોટા ચળકાટથી જીવનમાં, પિત્તળને સોનું ના ગણી બેસતા
ધર્મ માગે જીવનમાં જ્યારે સમર્પણ તારું, જીવનમાં ધર્મભીરું ના બનતો
મીઠા શબ્દોથી ના મલકાઈ જાતો, થોડી ફરિયાદોની રાહ જુઓ
વિસ્તર્યા જીવનમાં જ્યાં બધે પ્રભુ, જગમાં બધાંમાં પ્રભુને જુઓ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)