જેને લાગેવળગે કાંઈ નહીં, વાત એને કરવામાં કાંઈ ફાયદો નથી
દિ દુનિયાની ઉપાધિ જે ભૂલ્યા, રસ એ એમાં તો લેવાના નથી
તારી ને તારી હિંમતથી તો છે તરવાનું, બીજા કિનારે રહી ઊભા જોયા વિના રહેવાના નથી
જીવનમાં ડૂબનારાનો સહારો લેતા, ડૂબ્યા વિના તો એ રહેવાના નથી
હકીકતને ભૂલી ના કાંઈ મહેલ રચાશે, મહેનત વિના કાંઈ મળવાનું નથી
આશા મીઠા શબ્દોની રાખો છો શાને, કાર્ય કિંમત કરાવ્યા વિના રહેવાના નથી
દુઃખદર્દનાં ગાણાં ગાજે ઓછાં, એ સાંભળવાની તો કોઈને ફુરસદ નથી
રસ ના લીધા જીવનમાં તેં અન્યની વાતોમાં, તારી વાતોમાં રસ કોઈ લેવાનું નથી
ખભેખભા મેળવી તું ચાલતો નથી, ખભેખભા ટકરાયા વિના રહેવાના નથી
જેને તારી વાતમાં કોઈ રસ નથી, જીવનમાં વાતો એને કહેવાનો અર્થ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)