નદી નદીના તો વહેણ છે, ના સાગરની તો એમાં ભરતી છે
ના ખળખળ વહેતા ઝરણાંની તો, એમાં સરગમ છે
ના ગુફાની એમાં તો બંધિયાર છે, ના ખુલ્લા આકાશની મોકળાશ છે
ના પવનની કોઈ હરકત છે, ના બુઝાતો દીપક ત્યાં તો જલે છે
ઉમંગમાં વહેતા જીવનની, હૈયાની તો એમાં તો સરવાણી છે
સુખદુઃખના કિનારા વચ્ચે વ્હેતી, જીવનની એ તો કહાની છે
આગળપાછળ ના જોતી, પુરજોશમાં એની એ તો જવાની છે
મંઝિલ એ પહોંચે ના એ પહોંચે, ઘડપણની તો ત્યાં પધરામણી છે
યાદોની ઘૂંટ એ પીતી પીતી, ના રુકતી ધસમસતી એની કહાની છે
કદી પથ્થરોને લપેટતી, કદી માટીને રગદોળતી એની મસ્તીની ચાલ છે
નીકળી ક્યાંથી, પહોંચશે ક્યાં ના જાણતી, એની મસ્તીમાં એ દીવાની છે
સુખદુઃખના કિનારા વચ્ચે વ્હેતી, જીવનની એ તો કહાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)