વણી લઈશ તારું નામ શ્વાસેશ્વાસમાં રે, `મા' તું ક્યાં જાશે
તારી ભક્તિ ભરી દઈશ રગેરગમાં રે, `મા' તું ક્યાં જાશે
કામ-ક્રોધ અળગા કરી દઈશ રે, `મા' તું ક્યાં જાશે
તારી માયામાંથી મુખ મરોડી લઈશ રે, `મા' તું ક્યાં જાશે
મદ અને અહંકાર ત્યજી દઈશ રે, `મા' તું ક્યાં જાશે
તારા પ્રેમમાં પાગલ થઈશ રે, `મા' તું ક્યાં જાશે
તારા ભાવમાં ભીંજાઈ જઈશ રે, `મા' તું ક્યાં જાશે
તારા ગુણલા ગાવામાં ડૂબી જઈશ રે, `મા' તું ક્યાં જાશે
તારી મૂર્તિ હૈયામાં સમાવી દઈશ રે, `મા' તું ક્યાં જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)