|
View Original |
|
મને મારા મનથી તારવી ના શક્યો, ભાવથી જુદો ના પાડી શક્યો
વિચારોથી અલગ એને તો ના રાખી શક્યો
શૂળો કર્યાં ઊભાં ત્રણેએ, ભોગ જીવનમાં એનો હું તો બનતો ગયો
ભૂતકાળે ભૂત બની પીછો ના છોડયો, ભવિષ્યે વર્તમાનને રાખ કર્યો
વર્તમાન અટવાઈ ગયો વચ્ચે, વર્તમાન એમાં ના જાળવી શક્યો
આ ત્રણે કાળની વચ્ચે જીવનની, રમત જીવનમાં તો રમતો રહ્યો
સત્ત્વ રજસ અને તમસ, ત્રણે ગુણોમાં રમત રમાતી રહી જીવનમાં
જીવનભર મને એમાંથી મુક્ત તો ના કરી શક્યો
વૃત્તિઓ ને વૃત્તિઓ રહી ખેંચી જીવનને તો જગમાં
જીવનભર કાબૂ, એના ઉપર તો હું ના મેળવી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)