Hymn No. 7084 | Date: 27-Oct-1997
|
|
Text Size |
 |
 |
1997-10-27
1997-10-27
1997-10-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15073
શબ્દોએ લેવી પડે સહાય સંગીતની, એવા નબળા શબ્દો નથી જોઈતા
શબ્દોએ લેવી પડે સહાય સંગીતની, એવા નબળા શબ્દો નથી જોઈતા જોવી પડે રાહ સંગીતને તો શબ્દોની, એવું સંગીત તો નથી જોઈતું સંપૂર્ણપણે ખીલે બંને જીવનમાં, ના રહેવા દે અધૂરપ એ તો જીવનમાં લાગશે શબ્દો મધુરા ને મધુરા, લાગશે ના સંગીત વિના એ તો મીઠા બંનેના મેળ સુમેળ ખાશે જ્યાં જીવનમાં, પ્રભુ આવ્યા વિના તો ના રહેવાના ચાલે છે છેડછાડ બંનેની, એકબીજાની જીવનમાં, લાગે દ્વાર સ્વર્ગનાં ત્યાં ફિક્કાં તન્મયતાની જ્યોત જગાવે જ્યાં, રહે ના અવધિ ત્યાં પ્રેમ અને આનંદમાં ગોતવું ના પડે શબ્દે તો સંગીતને, ખીલે શબ્દો તો જ્યાં પુરબહારમાં એકબીજા વળગીને રહ્યા જીવનમાં જ્યાં, પ્રભુધામની યાદ એ અપાવી રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shabdoe levi paade sahaay sangitani, eva nabala shabdo nathi joita
jovi paade raah sangitane to shabdoni, evu sangita to nathi joitum
sampurnapane khile banne jivanamam, na raheva de adhurapa e to jivanamam
lagashe shabdo madhura ne madhura, lagashe na sangita veena e to mitha
bannena mel sumela khashe jya jivanamam, prabhu aavya veena to na rahevana
chale che chhedachhada banneni, ekabijani jivanamam, laage dwaar svarganam tya phikkam
tanmayatani jyot jagave jyam, rahe na avadhi tya prem ane aanand maa
gotavum na paade shabde to sangitane, khile shabdo to jya purabaharamam
ekabija valagine rahya jivanamam jyam, prabhudhamani yaad e apavi rahya
|
|