હૈયામાં જીવનમાં તો જ્યાં કપટની કળી ગઈ તો ખીલી
જીવનમાં તો જગમાં જીવને તો એમાં ચાલ એની બદલી
ભોળી ભાળી આંખોમાં તો ત્યાં, લુચ્ચાઈની રેખાઓ ફૂટી
સીધીસાદી વાતોમાંથી પણ, પાણીમાંથી પોદા કાઢવાની રીત સૂઝી
કરી ના શક્યો વાત સીધી, કપટકળા હૈયામાં જ્યાં વસી
બદલાઈ નજરની તો રીતો, ગઈ જ્યાં કપટમાં એ ડૂબી
હૈયું સરળતા ગયું ભૂલી, દુઃખદર્દની દીવાલ કરી ઊભી
ચાલ રહ્યું જીવનમાં એની એ ચાલી, રાહ શાંતિની ગયો ભૂલી
કપટની કળી ગઈ જ્યાં ખીલી, શોભા નથી એ બનાવવાની
ખીલી કળી હૈયામાં જ્યાં પુરબહારમાં, નથી બીજી કળી ત્યાં ખીલવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)