માફ ન કરતો કોઈને, માફી માગું છું માત
આવ્યો તારે દ્વારે, કરવી છે મારે સઘળી વાત
લોભમાં લલચાઈને, દુઃખી કીધા અનેકને માત
આ સઘળાં કૃત્યે, હૈયે મચ્યો છે ઉત્પાત
રાતદિવસ બીજાને પાડવા, કરતો સતત વિચાર
એક દિવસ મારો આવશે, ચૂક્યો એ આચાર
ખાવા-પીવામાં ખૂબ મહાલવું, હૈયે રાખી આ એક વાત
બીજા ભૂખ્યા રહેતા હશે, એમાં પણ વસે તું માત
દુઃખી કરતો અન્યને, દુઃખી થાવું પડશે મારે માત
આ હું વીસરી ગયો, હવે થાય છે બહુ પશ્ચાત્તાપ
આંસુ નવ લૂછ્યાં કોઈનાં, આજે વહે છે મારે માત
માફ કરજે તું મુજને, માફી માગું છું હું માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)