Hymn No. 7126 | Date: 24-Nov-1997
|
|
Text Size |
 |
 |
1997-11-24
1997-11-24
1997-11-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15115
અજબ અજંપો જાગી ગયો, હૈયામાં તો જીવનમાં
અજબ અજંપો જાગી ગયો, હૈયામાં તો જીવનમાં જીવનના વહેતા વહેણને, જગમાં એ તો બદલાવી ગયો અસંતોષના સૂતેલા સિંહને, એમાં તો એ જગાવી ગયો કારણ વિના બન્યું બધું, કારણ એના એ તો સર્જી ગયો અટકેલી જીવનની ગાડીનું, બળતણ એ તો બની ગયો દુઃખદર્દ હટાવી હૈયામાંથી, ઉમંગની ભરતી એ ભરી ગયો આંખો સામે ઘેરાયેલાં, કાળાં વાદળોને તો એ ચીરી ગયો નયનોમાં નિત્ય નવાં નવાં નર્તન, એ તો દેખાડી ગયો હૂંફાળી હૂંફ જીવનની ભુલાવી, હૂંફ પ્રભુની એ અપાવી ગયો હૈયાની નાજુકતાને સ્પર્શી, પ્રભુની નાજુકતામાં પ્રવેશ કરાવી ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ajab ajampo jaagi gayo, haiya maa to jivanamam
jivanana vaheta vahenane, jag maa e to badalavi gayo
asantoshana sutela sinhane, ema to e jagavi gayo
karana veena banyu badhum, karana ena e to sarji gayo
atakeli jivanani gadinum, balatana e to bani gayo
duhkhadarda hatavi haiyamanthi, umangani bharati e bhari gayo
aankho same gherayelam, kalam vadalone to e chiri gayo
nayano maa nitya navam navam nartana, e to dekhadi gayo
humphali huph jivanani bhulavi, huph prabhu ni e apavi gayo
haiyani najukatane sparshi, prabhu ni najukatamam pravesha karvi gayo
|
|