હશે ના અંત જીવનના, જગમાં તો સહુના સરખા ને સરખા
હશે ના જગમાં, જીવનમાં તો કર્મો એકસરખાંને એક સરખાં
ફૂલાઈને ફાળકો ના થા તું જીવનમાં, હૈયામાં ના તું ખોટું હરખા
વાટ તો છે સહુની જુદી જુદી, નથી એકસરખી કાંઈ ભાગ્યરેખા
જીવન ચાલ્યું કોઈનું માંદગી ચાલે, હતા કોઈના જીવન તો તેજતણખા
મસ્તીભરી મસ્તી જળવાશે, ચાલુ હશે જો જીવનમાં, પ્રભુનામના મણકા
થાતું રહેશે પસાર તો જીવન, આવશે જીવનમાં કંઈક છાયા ને તડકા
રહેશે જાગતા ને જાગતા, સહુના જીવનમાં કંઈક નાના ને મોટા તો ભડકા
રહેશે ચાલુ ને ચાલુ, પ્રભુ નામના મણકા, જાગશે જીવનમાં એના રણકા
જીવ્યા જેવું જીવન તો જગમાં, વાગશે જીવનમાં એના એવા તો ડંકા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)