ભૂલી જા, ભૂલી જા, હારજીત તું તારી, જીવનસંગીતને, હૈયામાં તું ઉતાર
ન્હાજે જીવનમાં તું પ્રભુના ધ્યાનમાં, હૈયામાં ભરજે તું પ્રભુનો પ્યાર
રહેજે તું દૂર, દુઃખદર્દથી જીવનમાં, બનજે તું પ્રભુપ્રેમનો દિલદાર
કરજે કર્મો તું પ્રભુના નામથી, બનાવીને પ્રભુને જીવનમાં સાથીદાર
હરેક ઇચ્છાઓ તો ધરજે તું પ્રભુ ચરણે, પ્રભુ તો છે ઇચ્છા પૂર્ણ કરનાર
ભુલજે તું તારી જાતને, કરવા તો યાદ પ્રભુને, બનજે ના તું પ્રભુને ભૂલનાર
જણાવજે બધી વાત તારા દિલની પ્રભુને, છે ભલે બધી વાતોના જાણનાર
નથી કાંઈ પ્રભુથી તો તું અજાણ્યો, બનજે જીવનમાં તો તું પ્રભુનો જાણકાર
પ્રેમના નાદથી ડોલાવજે તું પ્રભુને, બનાવજે તો તું પ્રભુને પ્રેમમાં ડોલનાર
ભૂલી જાજે તું વેરને હૈયામાંથી, નથી પ્રભુ રાજી વેરમાં, કરજે વેરો તું હદપાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)