કર નજર પર તો તું તારા, તારાં ને તારાં કર્મો, તને નડે છે
બૂમો પાડી જીવનમાં તો ખોટી, શાને તારી જાતને તો તું છેતરે છે
ટોપલો દોષનો, ઓઢાડી અન્ય ઉપર, ના કાંઈ એમાં તારું તો વળે છે
રાખ્યો ના કાબૂ જાત પર તે તારા, જીવનમાં સજા એની તું ભોગવે છે
કરી સંયમની ઉપેક્ષા જીવનમાં, વગર વિચારે જીવનમાં ધસતો રહ્યો છે
સમજદારીમાં બેસમજ રહ્યો જ્યાં તું, પરિણામો એનાં તને તો નડે છે
રાખ્યું ઈર્ષ્યાનાં એંધાણમાં હૈયાને જલતું, તને તો એ જલાવે છે
નિર્ણય વિનાનો બેબાકળો બની ફર્યો તું, પરિણામો જીવનમાં તને સ્પર્શે છે
દીધા ના સાથ કોઈને તું જીવનમાં, સાથ વિનાનો જીવનમાં તું ફરે છે
દૃષ્ટિને રાખી કાબૂ બહાર જ્યાં, દૃશ્યો હવે એના તને સતાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)