નસીબના બળતણમાં, નથી કાંઈ જીવનને તો શેકવું
મહોબતભરી નજરથી તો, જીવનને તો છે નિહાળવું
નસીબની ભરતી ઓટમાં, નથી જીવનને તો તણાવા દેવું
નસીબમાં નથી કરીને, જીવનમાં નથી કાંઈ બેસી રહેવું
નસીબમાં ના હોય, પુરુષાર્થથી તો છે એ મેળવીને તો રહેવું
દુઃખદર્દની દવા છે પુરુષાર્થ, પુરુષાર્થી થઈને તો છે રહેવું
પરમ પુરુષાર્થી બનીને, મેળવવું છે જીવનમાં મેળવીને એ રહેવું
નથી જગમાં તો કાંઈ એવું, પરમ પુરુષાર્થ અપાવી ના શકે એવું
પાંગળો પુરુષાર્થ કરીને જીવનમાં, નથી કાંઈ નસીબને તો કોસવું
પુરુષાર્થના બળતણથી જીવનમાં, નસીબને તો છે આગળ વધારવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)