સમય સમય પર તો રહી છે, જિંદગી તો સૂરો એના બદલતી
સમજાઈ ના ચાલ તો સમયની, ગઈ જિંદગી એમાં તો ઝૂકી
સમયની સાથે ચાલ્યો ના જે જગમાં, થયો જગમાં એમાં એ દુઃખી
સમય સમય પર આપતી રહી, જિંદગીને સમય તો ધ્રુજારી
સમયના સૂરો ઝીલ્યા તો જેણે, જિંદગી એની, તકલીફમાં તો પડવાની
રહ્યા જિંદગીમાં સમયની સાથમાં, જિંદગીની મજા એને તો મળવાની
વાગશે સૂરો ક્યારે એના તો કેવા, નથી કાંઈ સમજવા એ દેવાની
થાય છે સમયમાં સહુ દુઃખી, નથી સમયની ઇચ્છા તો દુઃખી કરવાની
સમયે સૂચવ્યા રસ્તા જેને, છે જવાબદારી એમાં એની ચાલવાની
રાહ જોશે જીવનમાં જે સમયની, જીવનમાં તકો જિંદગી તો ગુમાવવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)