Hymn No. 7133 | Date: 25-Nov-1997
|
|
Text Size |
 |
 |
1997-11-25
1997-11-25
1997-11-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15122
ચમકે છે, ચમકે છે, નભમાં ચાંદલિયો તો ચમકે છે
ચમકે છે, ચમકે છે, નભમાં ચાંદલિયો તો ચમકે છે એનાં મૃદુ શીતળ કિરણો, હૈયાને એ તો સ્પર્શે છે આકાશે ઓઢી છે અનોખી ચૂંદડી, તારલિયા એમાં ચમકે છે એનાં શીતળ કિરણો, દિલોદિમાગને, આનંદ અર્પે છે ઓઢાડે એની, ઓઢણી ધરતીને, રૂપ એમાં એ તો બદલે છે જુએ મુખડું એનું સમુદ્રમાં, અનેક મુખે એમાં તો એ હસે છે ધરતીના ખૂણેખૂણામાંથી પણ, દર્શન એનાં તો મળે છે કદી કદી લઈ વાદળોની આડ, મુખડું એમાં એ સંતાડે છે સૂરજના તપતા તેજમાં, તેજ એનું એમાં ઢંકાઈ જાય છે રહ્યા છે ચાંદ ને સૂરજ બંને નભમાં, ના બંને સાથે ચમકે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chamake chhe, chamake chhe, nabhama chandaliyo to chamake che
enam nridu shital kirano, haiyane e to sparshe che
akashe odhi che anokhi chundadi, taraliya ema chamake che
enam shital kirano, dilodimagane, aanand arpe che
odhade eni, odhani dharatine, roop ema e to badale che
jue mukhadu enu samudramam, anek mukhe ema to e hase che
dharatina khunekhunamanthi pana, darshan enam to male che
kadi kadi lai vadaloni ada, mukhadu ema e santade che
suraj na tapata tejamam, tej enu ema dhankai jaay che
rahya che chand ne suraj banne nabhamam, na banne saathe chamake che
|