|
View Original |
|
છેડો બ્રહ્માંડનો હું માપવા નીકળ્યો
અંતથી અનંતને હું પામવા નીકળ્યો - છેડો ...
સાકરના કણથી સમુદ્ર મીઠો કરવા નીકળ્યો - છેડો ...
આગિયાના તેજથી પ્રકાશ પાથરવા નીકળ્યો - છેડો ...
ઈર્ષા ભરેલી આંખથી પ્રેમને પામવા નીકળ્યો- છેડો ...
નિર્વિકારને વિકારથી વધાવવા નીકળ્યો- છેડો ...
સૂર્યના તેજને ધૂળથી ઢાંકવા નીકળ્યો - છેડો ...
વામન થઈને વિરાટ સાથે દોડવા નીકળ્યો - છેડો ...
બેતાલ બનીને સંગીતનો સાથ શોધવા નીકળ્યો - છેડો ...
દાનથી દાનેશ્વરીને દાન દેવા નીકળ્યો - છેડો ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)