નાચ્યા ને નાચ્યા નાચ, જીવનમાં મનડાએ નચાવ્યા તો જેવા નાચ
નથી કાંઈ જીવનની તો એ, નથી કાંઈ જીવનની તો એ શુભ શરૂઆત
વાતે ને વાતે જીવનમાં, ભભૂકે હૈયામાં તો જ્યાં ક્રોધ ને ક્રોધની રે આગ
કરી કોશિશો તો અધકચરી, જીવનમાં કર્યું ના જીવનમાં તો મનડાને તો માત
રાખ્યું ના કાબૂમાં મનડાને તો જીવનમાં જ્યાં, રહ્યું મચાવતું હૈયામાં ઉત્પાત
નાચતો ને નાચતો રહ્યો જીવનમાં એમાં જ્યાં, ભૂલ્યો એમાં તો પ્રભુનું ભાન
માગણીઓની તો થઈ યાદી મોટી, ગણી ના જીવનમાં એને તો કોઈ ફરિયાદ
સાંભળ્યો ના જીવનમાં, એમાં તો આત્માનો અવાજ, પ્રભુ સાંભળશે ક્યાંથી એનો સાદ
પડયા ના ગોતવા સાથી મનડાએ, નચાવ્યા જીવનમાં, સહુએ મળીને ખૂબ નાચ
ઉત્તરોત્તર રહ્યું જોર એનું તો વધતું, હેઠા પાડતા ને પાડતા ગયા એમાં મારા હાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)