ભીંજાઈ ગઈ પાંપણો, ભીંજાઈ ગયું હૈયું, માડી દેર તમે શાને લગાવી
એક વાર આવી હૈયામાં વસો, માત, દઈશ તમને ત્યાં તો પૂરી સાહ્યબી
કરીશ ના બીજી તો કોઈ વાત, દઈશ ખોટા વિચારોને તો ભગાડી
આવવા ના દઈશ તકલીફ ત્યાં, માડી હૈયું દઈશ ત્યાં શાંત બનાવી
પડશે ના શોધવા આપણે એકમેકને, દઈશું મેળાપ ત્યાં તો વધારી
છું અણઘડ તારો એવો બાળ માડી, કરજે માફ આપીને મને માફી
હરેક વાતમાં રહે છે આગળ જ્યાં તું, આવવામાં આજ કેમ પાછળ રહી
દઈશ જગ બધું ભુલાવી, દઈશ જાતને મિટાવ, માડી દેર કેમ લગાવી
હૈયાનું આંગણ ઊઠશે ખીલી, આગમનથી તમારા માડી, દેર શાને લગાવી
છીએ ફૂલ અમે આંગણના તારા, નથી તારા વિના રહેવાના દેર શાને લગાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)