કર્મોની ગતિ છે ન્યારી, હો કર્મોની ગતિ છે ન્યારી
પ્રારબ્ધ દેખાતું નથી, છતાં સારી દુનિયા ચાલે એનાથી
એક મા-બાપનાં સંતાનો, એકને ત્યાં ફરે મોટરગાડી
બીજો માંડ પૂરું કરે ને ઉઠાવે કઠણાઈઓ સારી
એકને હોય તબિયતના સાંસા, બીજો ભોગવે શરીર સુખાકારી
એક સ્વભાવે હોય મળતાવડો, બીજો ક્રોધનો ભંડાર ભારી
એક ફરતો હોય દુનિયા તણી, ઉપાધિ લઈને સારી
બીજો પ્રભુને ભજતો રહે, વીસરી સઘળી દુનિયાદારી
આજનો દેખાતો રાંક, કાલે ધ્રુજાવે દુનિયા સારી
અકળ ગતિ છે કર્મની, કર્મની ગતિ છે બહુ ન્યારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)