સો ગરણે ગાળી પાણી પીધું, આપત્તિ તોય આવી ને આવી
અંધારે ખૂણે બેસી આંખો બંધ કરી, તોય સૃષ્ટિ દેખાણી એ દેખાણી
દૂર રહીને પણ કરે આકર્ષણ, ચંદ્રકિરણોથી ભરતી ઓટ સરજાણી
જાણે છે સહુ જીવનમાં, નાની અમથી આંખ દે છે હૈયામાં ઉત્પાત મચાવી
સંભાળી સંભાળી ખૂબ ચાલ્યો જીવનમાં, અકસ્માતની વેળા તોય આવી ને આવી
ભર્યું હતું હૈયામાં વેર જ્યાં, મળતાં એને, આંખો કતરાણી એ કતરાણી
કરી ના સામી દરકાર જ્યાં તનની, લાવી ગઈ એ વ્યાધિ ને વ્યાધિ
સંજોગે સંજોગે હૈયું ચાહે જીવનમાં, જીવનમાં નજર તો પ્યારની ને પ્યારની
કરીએ વાતો જીવનમાં ઘણી ઘણી, હોય થોડી એમાં તો કામની ને કામની
સંભાળ્યું ના હૈયાને ને મનને જીવનમાં, જીવનમાં લાવ્યું એ ઉપાધિને ઉપાધિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)