મંઝિલ હો પાસે કે દૂર, પ્રભુ પામવા તને, રહે ના તાકાત મારાથી દૂર
અધવચ્ચે ના રસ્તો બદલું પ્રભુ, હોય ભલે રસ્તો કાટાંઓથી ભરપૂર
અધવચ્ચે થાકું ના પ્રભુ, હૈયું રાખજે મારું, તારી શક્તિઓથી ભરપૂર
રોકે ના કોઈ પગ મારા પ્રભુ, બની ના જાઉં જગમાં, એમાં મજબૂર
છે શાંતિ મંઝિલમાં અમારી, નથી રાખવી શાંતિને હૈયાથી દૂર
આંધી અને તૂફાન જાગે, રોકાશે ના પગ મારા, થાવું નથી એમાં મજબૂર
પ્રયત્ને પ્રયત્ને કરવા છે પ્રયત્ન મજબૂત, રાખવું છે હૈયું શ્રદ્ધાથી ભરપૂર
યત્નો ને પરિણામના મેળવી ઉમંગ, કાઢવા છે એના તો એક સૂર
મંઝિલે મંઝિલે મંઝિલ બદલી, બનવું નથી જીવનમાં તો એમાં મજબૂર
છીએ ઇન્સાન, કરવું છે રોશન નામ ઇન્સાનિયતનું, રાખવી નથી હૈયાથી દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)