ભાવની ભરતીમાં જીવનમાં તો બધું, ભર્યું ભર્યું લાગશે
ઓટના વહેણમાં જીવનમાં, ભાવો પણ તણાતા ને તણાતા જાશે
જે ભરતી અંતરમાંથી ના જાગશે, ઓટ એમાં તો જરૂર આવશે
ભાવે ભાવે જીવનમાં તો, નવી ભાત તો પાડતું રે જાશે
એક ભાવની ભરતી શમી ના શમી, નવા ભાવો ત્યાં જાગશે
નવા ભાવોમાં તણાતા ને તણાતા, જૂના ભાવો તો વીસરાશે
જીવનભર જગમાં તો હૈયામાં, આ ભરતી ઓટનું ચક્ર ચાલશે
તાણી જાશે કંઈક વાર ઓટ દૂર એટલી, કિનારો તો દૂર લાગશે
રમત ભરતીની તો સદા, કિનારા ને કિનારાની આસપાસ રહેશે
હશે કેંદ્ર ભાવનું જેટલું દૂર, ભરતી ઓટનું જોર એટલું રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)