કરુણાભરી દૃષ્ટિ તારી, ધરજે મુજ પર ઓ માત મારી
પાપો મારાં સઘળાં માફ કરજે, તું મુજને બાળ જાણી
સંસારમાં હું ડૂબ્યો ઘણો, હવે તારજે ગ્રહી બાંહ્ય મારી
તારી માયામાં અટવાઈ ગયો, હવે લેજે તું મુજને ઉગારી
કર્મો કીધાં કંઈક એવાં, હૈયે થાય છે સંતાપ ભારી
મોહમાં તણાઈને ગયો હતો, `મા' તુજને વિસારી
પશ્ચાત્તાપ થાય છે અતિ, મતિ મારી દેજે તું સુધારી
આ બાળ તારો અરજ કરે છે, હવે તને સદા પુકારી
સોંપી દીધો ભાર સઘળો, વિસારીને દુનિયાદારી
પળ એવી ન દેતી તું મુજને, જ્યારે યાદ ન આવે તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)