દિલમાં તૃષ્ણાઓ તો જગાવી, જીવનની સ્થિરતા તો ગુમાવી
મનની સરળતા તો ના જામી, જીવનમાં ઉપાધિઓ તો મળી
સદ્ગુણો જીવનમાંથી દીધા ફગાવી, થયા જીવનમાં તો દુઃખી
એકાગ્રતા જીવનમાં ના સાધી, રહ્યા હાથ એમાં તો ખાલી ને ખાલી
પ્રેમની બંસરી હૈયામાં જ્યાં ના વાગી, મંઝિલ પ્રેમની ત્યાં દૂર રહી
દીધા ના ભાવો હૈયામાં દો સમાવી, ત્યાગના ભાવો લો વણી
બનીશ અધીરાઈને આધીન જીવનમાં, દેશે સમતુલા જીવનમાં ગુમાવી
ઈર્ષ્યા હૈયામાં જ્યાં સળગાવી, દેશે જીવનમાં એ આગ લગાવી
હૈયામાં કામવાસનાની આગ લાગી, બનશે પતનની એ નિશાની
સત્ત્વશીલ વિચારધારા ના સ્વીકારી, ક્યાંથી ચડશે ઉન્નતિ પાથરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)