ભૂખ્યાને દેજો ભોજન અને તરસ્યાને દેજો પાણી
આ વાતમાં રહી મારી સિધ્ધમા સમાણી
કોઈને ના લૂંટશો અને દુઃખી કરશો જાણી
આ વાતમાં રહી મારી સિધ્ધમા સમાણી
કોઈ જીવની ના કરશો હિંસા, ને સત્ય ઉચ્ચારજો વાણી
આ વાતમાં રહી મારી સિધ્ધમા સમાણી
હૈયું રાખજો શુદ્ધ અને ના બોલશો કડવી વાણી
આ વાતમાં રહી છે મારી સિધ્ધમા સમાણી
પ્રેમ રાખજો આ સૃષ્ટિમાં, વસે છે માનવ અને પ્રાણી
આ વાતમાં રહી છે મારી સિધ્ધમા સમાણી
વડીલોને કરજો વંદના, ને બાળકોને દેજો આશિષ ઉચ્ચારી
આ વાતમાં રહી છે મારી સિધ્ધમા સમાણી
ક્રોધને કરજો દૂર અને વાસના દેજો બાળી
આ વાતમાં રહી છે મારી સિધ્ધમા સમાણી
લોભને દેજો ત્યજી ને ઈર્ષાને દેજો ત્યાગી
આ વાતમાં રહી છે મારી સિધ્ધમા સમાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)