મળી ગયું, મળી ગયું, જગમાં જીવનમાં જીવવાનું કારણ મળી ગયું
નિરાશામાં વીતતું હતું જીવન જગમાં, એક આશાનું કિરણ એમાં મળી ગયું
મળી ગયું જ્યાં એક કારણ, જીવનમાં કારણો બીજાં તો એ દઈ ગયું
જીવનમાં મારી ને મારી હતાશા ઉપર જગમાં, મનમાંને મનમાં હસવું આવ્યું
હૈયાના ગાઢ અંધકારમાં તો એ જીવનમાં, પ્રકાશનું બિંદુ એ બની ગયું
કારણે કારણે તેજ મળ્યું તો જીવનમાં, તેજ એનું તો એ પાથરી ગયું
મુખ પર ફેલાયેલા એ અંધકારને, ઉલ્લાસમાં તો એ બદલી ગયું
દર્દનું કારણ જીવનમાં જ્યાં મળી ગયું, જીવવાનું કારણ તો મળી ગયું
મોતને આવાહન ત્યાં દેવાઈ ગયું, જીવવાનું કારણ જ્યાં મળી ગયું
પ્રેમના પ્યાલા મેળવ્યા જીવનમાં જ્યાં જગમાં, જીવવાનું કારણ મળી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)