વંદન તુજને વારંવાર, ઓ જમિયલશા દાતાર
દત્તની પાસે બેઠા છો, ઓ દયાના અવતાર
ભક્તો પર કરુણા વરસાવો, ઓ કરુણાના અવતાર
વિવિધ ભક્તો આવે તુજ પાસે, ઓ સંકટના હણનાર
રાત-દિવસ તુજને રટતો, ઓ મારા વિશ્વાસના આધાર
રોગીઓ તણો કંઈ પાર નથી, ઓ રોગીના રોગ હરનાર
લૂલા, લંગડા, આંધળાને, મનવાંછિત ફળ દેનાર
ઊંચી તારી કાયા ઉપર શોભે છે લાંબા વાળ, છે તું અનાથનો આધાર
ઉપર લીલો રૂમાલ તું બાંધે, તારા તેજ તણો નહીં પાર
પુકારું ત્યારે સદા વહારે આવજે, ઓ મારા જમિયલશા દાતાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)