એ તો એવું એક નામ હતું, ના કાંઈ એ તો બદનામ હતું
જગમાં એ તો ઓળખતું ધામ હતું, એ નામનું તો એ ઇનામ હતું
જગમાં આવતા જીવનને એ મળ્યું હતું, સાથે ને સાથે એ તો રહ્યું હતું
શ્વાસે શ્વાસે સંકળાઈ એ ગયું હતું, પાડવું જુદું તો મુશ્કેલ હતું
એ નામની ઇજ્જત તો રાખવી હતી, શાન જાળવવી એની એ ઈમાન હતું
ના પસ્તાવાનું તો કોઈ કારણ હતું, શ્વાસેશ્વાસમાં જ્યાં સમાઈ ગયું હતું
એ નામમાં આકારનું ભાન હતું, એ જ આકારે એવું એ તો નામ હતું
એ નામ તનનું તો પ્રાણ હતું, એ નામ વિના તન મડદા સમાન હતું
એ નામ તનનું પ્રકાશ હતું, એ નામથી તન પ્રકાશમાન હતું
એ નામ યાદોથી સંકળાયેલું હતું, ના બદનામી થાવા એને દેવું હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)