દીન બની દાતા પાસે, દાન લેવા નીકળશો નહીં
તમે છો શક્તિના સંતાન, શક્તિહીન માનશો નહીં
લેવું-દેવું અહીં પતાવી, હિસાબ બાકી રાખશો નહીં
બને તો ઉપકાર કરજો, અપકાર કદી કરશો નહીં
રહેવું છે આ જગમાં, કોઈ સાથે વેર બાંધશો નહીં
વિચારીને વચન દેજો, વચનભંગ કદી થાશો નહીં
રહેવું છે થોડું આ જગમાં, માયાથી બંધાશો નહીં
મળે છે સઘળું પ્રારબ્ધથી, કદી ઈર્ષા કોઈની કરશો નહીં
મળ્યો છે અમૂલ્ય માનવદેહ, પળ મોંઘી વેડફશો નહીં
નિરંતર `મા' નું ચિંતન કરજો, દેહ સાર્થક કરવો ચૂકશો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)