મને બદનામ ના કરો, મને બદનામ ના કરો
છું તમારા હૈયામાં વહેતો હું પ્રેમ, મને બદનામ ના કરો
દઉં જીવનની દૃષ્ટિ તો જ્યાં બદલી, મને બદનામ તમે શાને કરો
છું અંગ હું તો ભાવનાનું, મને બદનામ તમે શાને કરો
વધારી ઇચ્છાઓ થાવ છો દુઃખી, બદનામ મને શાને કરો
લઈ જાવ મને જ્યાં સાથે, લાવું નજદીકતા બદનામ શાને કરો
કાઢું વેરઝૈર તો જ્યાં હૈયામાંથી, બદનામ એમાં શાને કરો
દુઃખદર્દમાં આશ બની રહું, જીવનમાં જ્યાં, બદનામ શાને કરો
સકામ, નિષ્કામ પાડી ભેદ જીવનમાં, બદનામ એમાં શાને કરો
દઈએ જીવનને સૂક્ષ્મ બળતણ તો જ્યાં, બદનામ શાને કરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)